8 માર્ચ, 2016

આજથી ધો.૧૦ અને૧૨ બોર્ડ પરીક્ષા ૧૮.૭૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ

 શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતમાં

- ૧,૬૦૭ મુખ્ય પરીક્ષા કેન્દ્રોમાં ૬૬૭૬૮ બ્લોક ઉપર પરીક્ષા લેવાશે


- ૬૧,૮૬૮ બ્લોક પર સીસીટીવી જ્યારે બાકીના કેન્દ્રો પર ટેબ્લેટ મુકાયા


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૃ થનાર છે.જેમાં આ વર્ષે ધો.૧૦ અને ૧૧-૧૨ સાયન્સ સેમેસ્ટર ૨ અને ૪ તથા સામાન્ય પ્રવાહના મળીને ૧૮,૭૫,૬૦૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે.રાજ્યના મુખ્ય ૧૬૦૭ મુખ્ય પરીક્ષા કેન્દ્રોમાં ૬૬૭૬૮ બ્લોક પરથી પરીક્ષા લેવાશે  આ પરીક્ષાઆ ૬ઠ્ઠી એપ્રિલ સુધી ચાલનાર છે. ગત વર્ષની ધો.૧૨ સાયન્સની પેપર લીક થયાની ઘટના આ વર્ષે ન બને તેને લઈને સરકારે ખાસ તકેદારી રાખીને જીલ્લા કલેકટરોને અને સ્થાનિક પોલીસને ખાસ આદેશો આપીને સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવા જણાવાયુ છે.
આવતીકાલે ૮મી માર્ચથી શરૃ થનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ધો.૧૦માં રાજ્ય ભરના ૧૦,૮૧,૩૧૬, ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર ૪માં ૧,૩૮,૩૧૨, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૧૪,૨૭૯ વિદ્યાર્થીઓ બેસનાર છે.જ્યારે ૨૮મીથી શરૃ થનારી ધો.૧૨ સાયન્સ સેમેસ્ટર ૨ની પરીક્ષામાં ૧,૪૧,૭૦૦ વિદ્યાર્થીઓ બેસનાર છે. આવતીકાલથી શરૃ થનારી પરીક્ષાના પ્રથણ દિવસે એટલે કે ૮મીએ મંગળવારે ેસવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧:૨૦ દરમિયાન  ધો.૧૦માં ગુજરાતી વિષયની પરીક્ષા લેવાશે જ્યારે ધો.૧૨ સાયન્સ સેમેસ્ટર ૪માં બપોરે ૩થી સાંજે ૬:૩૦ દરમિયાન ભૌતિક વિજ્ઞાાન વિષયની અને સામાન્ય પ્રવાહમાં  કોમર્સમાં નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા લેવાશે. ધો.૧૦ અને ૧૧-૧૨ સાયન્સ સેમેસ્ટર ૪ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ ૨૨મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધો.૧૨ સાયન્સ સેમેસ્ટર ૨ની પરીક્ષા ૬ઠ્ઠી એપ્રિલ સુધી ચાલશે.
આ વર્ષે બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસથી માંડી ડમી રાઈટર કે ગત વર્ષ જેવી પેપર લીકની ઘટના સહિતની કોઈ પણ અઈચ્છનિય ઘટના ન બને તે માટે સરકારે ખાસ તકેદારીના પગલા લીધા છે.જે મુજબ આ વર્ષે  રેગ્યુલર વિદ્યાર્થીઓથી અલગ ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે.ઉપરાંત  સંવેદનશિલ કેન્દ્રો પર જીલ્લા કલેકટરો સાથે પોલીસ પરામર્શમાં રહીને તકેદારી રાખશે.રાજ્યના કુલ ૧૬૦૭ પરીક્ષા કેન્દ્રોમાં ૬૬૭૬૮ બ્લોકમાં લેવાનારી પરીક્ષામાં ૬૧,૮૬૮ બ્લોક પર સીસીટીવી હેઠળ પરીક્ષા લેવામા આવશે.જ્યારે બાકીના કેન્દ્રો પર ટેબ્લેટ અને સ્કવોડ મુકવામા આવશે.

સરકાર દ્વારા પરીક્ષાને લઈને જાહેર કરાયેલી સૂચનાઓ
* દરેક પરીક્ષા સ્થળના ૧૦૦ મીટરના વિસ્તરામાં ઝોરોક્ષ દુકાનો  બંધ રહેશે
* નિયત કરેલ અધિકારીઓ સિવાય કોઈ પણ મોબાઈલ સહિતના સાધનો નહી લઈ જઈ શકેે
* પરીક્ષા સ્થળો પર ઓળખકાર્ડ સિવાય પર પ્રવેશ આપવો નહી
* પરીક્ષા સ્થળની આજુબાજુ લાઉડ સ્પીકર કે ડીજે સહિતના સાધનો વગાડવા નહી
* પરીક્ષા સ્થળે પરીક્ષા સમયના અડધા કલાક પહેલા પહોંચવા આદેશ
* દરેક શાળામાં પ્રાથમિક સારવાર અને ઓનકોલ ડોક્ટરની સુવિધા રાખવા તાકીદ
* દરેક પરીક્ષા સ્થળ પર શુદ્ધ પીવાનું પાણી,સેનીટેશન અને લાઈટ-પંખાની વ્યવસ્થા કરવી