6 માર્ચ, 2016

Income Tax Calculator Year 2015-16 (A4 size)

Download Click Here

સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ૧૯૭૬, શિક્ષકોની ૩૧૯૩ જગ્યા ખાલી

- આવી ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવા સરકારની ખાતરી

- અમદાવાદમાં ૧૮૩, રાજકોટમાં ૧૧૨ આચાર્ય નથી


   બનાસકાંઠામાં સૌથી વધુ એટલે કે ૩૩૨ શિક્ષકોની ઘટ

અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળવા પાછલનું મુખ્ય કારણ આચાર્ય અને શિક્ષકોની ખાલી જગ્યા છે. સમગ્ર રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ૧૯૭૬ જ્યારે શિક્ષકોની ૩૧૯૬ જગ્યાઓ ખાલી છે. અતારાંકિત પ્રશ્નો દરમિયાન આ વિગતો બહાર આવી છે. જો કે સરકારે આ ખાલી જગ્યાઓ પર શક્ય તેટલી ઝડપથી ભરતીની બાંહેધરી આપી છે.
ધારાસભ્ય દ્વારા મંગાયેલી માહિતીના જવાબમાં બહાર આવ્યું છે કે, રાજ્યના ૩૩ જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં કુલ ૪૫૬ તથા ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ ૧૫૨૦ મળી કુલ ૧૯૭૬ આચાર્યોની જગ્યા ખાલી છે. જેમાં સૌથી વધુ અમદાવાદની શાળાઓમાં કુલ ૧૮૩ અને રાજકોટમાં ૧૧૨ આચાર્યોની જગ્યા ખાલી છે. ત્યારબાદ બનાસકાંઠામાં ૯૮, જૂનાગઢમાં ૯૩, મહેસાણામાં ૮૭ જગ્યા ખાલી છે. ૪૦થી ૫૦ કે તેથી વધુ જગ્યા ખાલી હોય તેવા જિલ્લાઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.
આ જ રીતે સરકારી શાળાઓમાં ૧૩૨૦ અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૮૬૬ મળી કુલ ૩૧૯૩ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૩૩૨ શિક્ષકોની જગ્યા ખાલી છે. ઉપરાંત કચ્છમાં ૨૨૪, આણંદમાં ૧૯૩, ભાવનગરમાં ૧૫૯, પંચમહાલમાં ૧૯૨, સુરેન્દ્રનગરમાં ૧૩૭, ખેડામાં ૧૨૫ શિક્ષકો જગ્યા ખાલી છે.
શિક્ષણ મંત્રી દ્વારા જણાવાયું છે કે, શક્ય તેટલી ઝડપથી આવી ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી કરી દેવાશે.